દેશ-વિદેશ
News of Tuesday, 1st September 2020

કોરોના મહામારી વચ્ચે ઈઝરાયલમાં મંગળવારથી શરૂ કરવામાં આવી શાળા: 2 મિલિયનથી વધારે બાળકો પહોંચ્યા શાળાએ

નવી દિલ્હી:કોરોના વાયરસની મહામારી વચ્ચે ઈઝરાયલમાં મંગળવારથી ફરીથી શાળા શરૂ કરવામાં આવી છે જેમાં 2 મિલિયનથી વધારે બાળકો શાળાએ  ગયા છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શાળા માટે સખ્ત દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેનું પાલન શાળાના લોકોને અચૂક કરવાનું રહેશે। નાના નાના બાળકોને થોડા થોડા સમૂહોમાં રાખવામાં આવ્યા છે  બાળકો એક અઠવાડિયામાં પાંચથી 6 દિવસ શાળાએ જશે જયારે મોટા બાળકો પોતાનો મોટા ભાગનો અભ્યાસ ઘરેથી કરશે। ફોર્થ ગ્રેડ અને તેનાથી મોટા બાળકોને શાળામાં દરેક સમયે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે। તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહીત સેનિટાઇઝેશનનો  ઉપયોગ કડકાઈથી કરવાનો રહેશે.

(6:44 pm IST)