દેશ-વિદેશ
News of Saturday, 1st October 2022

આફ્રિકાના જિબુતી દેશમાં 50 વર્ષ પહેલા લુપ્ત થયેલ ઉંદર જેવા હાથીની પ્રજાતિ જોવા મળી

નવી દિલ્હી: આફ્રિકાના જીબુતી દેશમાં ૫૦ વર્ષ પહેલા લૂપ્ત થયેલી ઉંદર જેવા હાથીની પ્રજાતિ જોવા મળે છે. આ નાનો જીવ આકારમાં ભલે ઉંદર જેવો લાગતો હોય પરંતુ તે વિશાળ હાથીઓના સમુદાયમાં આવે છે. સ્થાનિક રેકોર્ડ મુજબ એલિફન્ટ સ્ક્રુ તરીકે ઓળખાતો આ જીવ ૧૯૭૦માં છેલ્લે જોવા મળ્યો હતો એ પછી તેનો કોઇ જ અત્તોપતો મળતો ન હતો. જેની ભાળ બે વર્ષ પહેલા જ મળી હતી. ઉંદર જેવા હાથીને સેગિંસ નામથી પણ ઓળખવામાં આવે છે. જો કે તે હાથી કે ઉંદર નથી તેમ છતાં આ નામ મળ્યું છે. તેનો સંબંધ આફ્રિકામાં જોવા મળતા સૂવર પ્રકારના જાનવર સાથે છે. ૧૯૯૭માં જીવશાસ્ત્રી જોનાથન કિંગડમે આ પ્રાણીને સેંગિસ કહેવાનો પ્રસ્તાવ મુકયો હતો. જે આફ્રિકાની બાંતુ ભાષા સાથે સંકળાયલો છે. આ મેમલ કલાકના ૨૮.૮ કિમીનું અંતર કાપે છે. તેના પગની છલાંગ સસલા જેવી હોય છે. અન્ય મેમલની સરખામણીમાં સેંગિસના મગજની સાઇઝ મોટી હોય છે. સેંગિસનું વજન ૧૦ ગ્રામથી માંડીને ૫૦૦ ગ્રામ જેટલું હોય છે. તે બે થી માંડીને ચાર વર્ષની આવરદા ધરાવે છે. લંબાઇ ૧૦ થી ૩૦ સેમી હોય છે. તેની દાંતની ફોર્મ્યૂલા ઉંદરને મળતી આવે છે. આ ખૂબજ ચંચળ પ્રાણી છે તેને પકડવું કે ફસાવવું અઘરુ હોય છે. સેગિંસએ સોશિયલ પ્રાણી નથી પરંતુ રહેણાક વિસ્તારમાં ભય જણાય ત્યારે જોડકામાં રહેતા હોય છે.

(5:03 pm IST)