દેશ-વિદેશ
News of Monday, 2nd May 2022

રશિયા-યુક્રેન યુદ્ધની આકરી પરિસ્થિતિ:ઠંડીમાં ભીના બુટ પહેરી લોકો જમીન પર પડી રહ્યા છે

નવી દિલ્હી: રશિયામાંથી જે વસ્ત્રો પહેરાવીને તેમને પાછા યુક્રેન મોકલાયા હતા તે હજી તેમણે કાઢ્યા નહોતા. તેમણે મિલિટરીનું ગ્રીન ટીશર્ટ અને ટ્રૅકસૂટ પહેરેલો હતો. 31 વર્ષના સાવ ફિક્કા થઈ ગયેલા નિકિતા તેમની ઉંમર કરતાં મોટા દેખાતા હતા. રશિયામાંથી જે વસ્ત્રો પહેરાવીને તેને મોકલાયા હતા તે હજી તેમણે કાઢ્યા નહોતા. મિલિટરીનું ગ્રીન ટીશર્ટ અને ટ્રેકસૂટ પહેરેલો હતો. 31 વર્ષના સાવ ફિક્કા થઈ ગયેલા નિકિતા તેમની ઉંમર કરતાં મોટા દેખાતા હતા. પગમાં ખાલી ના ચડી જાય એટલે થોડી થોડી વારે તેને ફેરવવા પડે છે. દક્ષિણ યુક્રેનના ઝાપોરઝિયાની વસંતનો દિવસ ખુશનુમા ખીલ્યો હતો, પણ રશિયાના સૈનિકો હુમલા કરીને બૉમ્બમારો કરી રહ્યા હતા એટલે હૉસ્પિટલની બારીઓ પર પરદા ઢાંકી દેવાયા હતા. વૉર્ડની અંદર ગરમી લાગી રહી હતી. કેદીઓની અદલાબદલીના ભાગરૂપે ત્રણ દિવસ પહેલાં જ નિકિતાને ફરીથી યુક્રેનમાં મોકલાયા હતા અને પછી કોઈ તેમને અહીં હૉસ્પિટલમાં લઈ આવ્યું હતું.

 

(6:41 pm IST)