દેશ-વિદેશ
News of Wednesday, 2nd June 2021

પાકિસ્તાને પોતાની કોવીડની વેક્સીન લોન્ચ કરી હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાને કોરોના વાયરસ સામે રક્ષણ આપતી ઘરેલું વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે. વેક્સિનનું નામ પાકવૈક રાખવામાં આવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન વેક્સિનને લોન્ચ પણ કરી દેવામાં આવી છે. વેક્સિન અંગે ડો.ફૈસલ સુલ્તાને જાણકારી આપી હતી. સુલ્તાન વડાપ્રધાન ઈમરાન ખાનના સ્વાસ્થ્ય સલાહકાર પણ છે. પહેલાં પાકિસ્તાન ચીન અને રશિયા પાસેથી વેક્સિન ખરીદી રહ્યું હતું. જો કે સુલ્તાને વેક્સિનની અસરકારકતા વિશે કોઈ જાણકારી આપી નથી. તેમણે કહ્યું કે અમે અમારી વેક્સિન તૈયાર કરી લીધી છે. થોડા દિવસોમાં અમે તેનું મોટાપાયે ઉત્પાદન પણ શરૂ કરી દેશું. વેક્સિન લોન્ચીંગ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતાં ડો.સુલતાનેકહ્યું કે અમારા દેશ માટે જરૂરી હતું કે અમે પોતાની વેક્સિન બનાવીએ. હવે વેક્સિન તૈયાર થઈ ગઈ છે તો અમે ઝડપથી મોટાપાયે તેનું ઉત્પાદન પણ શરૂ કરી દેશું. ફૈસલે સુલતાને કહ્યું કે વેક્સિનને તયાર કરવામાં અમારી ટીમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. દરમિયાન ચીન અમારા મીત્રના રૂપમાં મજબૂતિથી અમારી સાથે ઉભું રહ્યું હતું. નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હેલ્થની ટીમે પણ શ્રેષ્ઠ કામ કર્યું છે. સુલતાને આગળ કહ્યું કે કાચા માલમાંથી વેક્સિન તૈયાર કરવી એક મોટો પડકાર હતો. આજે અમને વાતનો ગર્વ છે કે અમારી ટીમે તમામ અડચણો છતાં વેક્સિન તૈયાર કરવામાં સફળતા હાંસલ કરી છે.

(5:12 pm IST)