દેશ-વિદેશ
News of Wednesday, 2nd September 2020

ન્યુયોર્કમાં એક દીકરીએ માતા-પિતાની લવસ્ટોરીનો કિસ્સો કર્યો શેર:પત્નીના નિધનના વિરહમાં પતિએ છોડ્યા પ્રાણ

નવી દિલ્હી: ન્યૂયોર્કના પોપ્યુલર ફેસબુક પેજ હ્યુમન્સ ઓફ ન્યૂયોર્કમાં એક દીકરીએ માતા-પિતાની લવસ્ટોરી શેર કરી હતી. દીકરીએ જે દાસ્તાન સંભળાવી એ પ્રમાણે બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે બીમાર પત્નીનું નિધન થયું એ પછી પતિએ પણ વિરહમાં પ્રાણ છોડી દીધા હતા.

          ફેસબુક પેજ હ્મુમન્સ ઓફ ન્યૂયોર્કમાં શેર કરાયેલી સ્ટોરી પ્રમાણે ન્યૂયોર્કમાં રહેતા એક ભારતીય મૂળના દંપતી વચ્ચે ગજબનાક પ્રેમ હતો. બ્રેઈન ટયૂમરથી પીડાતી પત્નીને પતિએ કહ્યું હતું : તને એકલી નહીં જવા દઉં. હું પણ સાથે જ આવીશ. ખરેખર એવું જ થયું હતું. પત્નીના નિધન પછી થોડા દિવસમાં જ પતિએ પણ વિરહમાં પ્રાણ છોડી દીધા હતા. દીકરીએ કંઈક આ રીતે સ્ટોરી કહી હતી : 'મારા ડેડ ખૂબ જ પ્રેમાણ ઈનસાન હતા. મારી મોમ પણ આખી જિંદગી બધું જ ડેડ માટે જ કરતી હતી. એ તૈયાર પણ એ રીતે થતી કે જે રીતે મારા ડેડને પસંદ આવે. મારા ડેડ પણ મારી મોમને બેશુમાર ચાહતા હતા.

(7:12 pm IST)