દેશ-વિદેશ
News of Wednesday, 2nd September 2020

અફઘાનિસ્તાનમાં 16 તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના નાગરહાર પ્રાંતમાં સુરક્ષાબળો સાથે સંઘર્ષમાં તાલિબાનના ઓછામાં ઓછા 16 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય 6ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

          સ્થાનિક ગવર્નરના પ્રવક્તા ઉતાઉલ્લાહ ખોગયાનીએ બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની સીમાથી જોડાયેલ નાગરહાર પ્રાંતમાં મારવામાં આવેલ આ 16 આતંક્વાદીઓમાં પાંચ પાકિસ્તાની નાગરિકનો પણ સમાવેશ થઇ રહ્યો છે. આ સંઘર્ષમાં આતંકવાદીઓના બે વાહન પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ દરમ્યાન અફઘાનિસ્તાનના એક સુરક્ષા અધિકારીનું પણ મૃત્યુ નીપજ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે  તેમજ ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં  આવી રહ્યું છે.

(7:12 pm IST)