દેશ-વિદેશ
News of Friday, 2nd October 2020

વૈજ્ઞાનિકોએ કરેલ એક સર્વે મુજબ કોરોના વાયરસનો ભોગ બનેલ મોટાભાગના લોકોને આવે છે ખરાબ સ્વપ્ન

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ કરેલ એક હજાર લોકોને આવે સપનાઓના વિશ્ર્લેષણની મદદથી કૃત્રિમ બુદ્ધિમતાનો ઉપયોગ કરતા જાણવા મળ્યું કે કોરોના વાયરસથી સંક્રમીત મોટાભાગના લોકોને ખરાબ સપના આવે છે. વૈજ્ઞાનિકોએ ફિનલેંડમાં કોવિડ 19ના 6 સપ્તાહ દરમ્યાન 4000થી વધુ લોકોના ઉંઘ અને તનાવના આંકડાનું વિશ્ર્લેષણ કર્યું.

           તેમાં અંદાજે 800 લોકોને તે સમય દરમ્યાન પોતાના સપના વિશે માહિતી આપી. તેમાંથી મોટાભાગના લોકોએ મહામારી અંગે ચિંતા વ્યક્ત કરી હેલસિંકી યુનિવર્સિટીના સ્લીપ એન્ડ માઈન્ડ રિસર્ચ ગ્રુપના પ્રમુખ ડો. અનુ કેટરીના પેસોનનએ જણાવ્યું કે અમે કોવિડ 19ના લોકડાઉન દરમ્યાન લોકોને મહામારી ને લઈને આવતા સપના વિશે જાણવા ઉત્સુક હતા. પેસોનન એ વધુ જણાવ્યું કે તેના તારણમાં અમન ચરમ પરિસ્થિતિઓમાં કોરોના સંબંધીત કેટલાક ચિત્રો અને ચેતનાના લક્ષણોને સમજવા આ રીતે લોકોની વચ્ચે માહિતી પહોંચાડવાની મંજુરી મળી. પેસોનન અને તેમની ટીમએ સપનાઓની જાણકારી ફીનીશથી અંગ્રેજીમાં ઉતારી અને ડેટા ને એઆઈ એલ્ગોરિધમમાં બદલ્યું.

(5:53 pm IST)