દેશ-વિદેશ
News of Friday, 2nd October 2020

ચીનના થીમ પાર્કમાં બહુભૂકેલાં આગે 13 લોકોના જીવ લીધા

નવી દિલ્હી: ચીનમાં આઠ દિવસના રાષ્ટ્રીય અવકાશના પહેલા જ દિવસે એક થીમ પાર્કમાં ભભૂકેલી આગના કારણોસર ઓછામાં ઓછા 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે અધિકારીઓદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

        સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શાકશી પ્રાંતના તાઈયુઆન શહેરના બહારના વિસ્તારમાં બનેલ ટાઇટાઇશન થીમ પાર્કમાં બુધવારના રોજ એક બરફની લાલટેન અને બરફની મૂર્તિઓના એક પ્રદર્શની હોલમાં આગ ભભૂકી હતી જેના કારણોસર 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 15 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. 

(5:55 pm IST)