દેશ-વિદેશ
News of Friday, 2nd October 2020

કોરોના વાયરસના કારણોસર કેનેડાએ 31મી ઓક્ટોબર સુધી વિદેશી યાત્રા પર પ્રતિબંધ જાહેર કર્યો

નવી દિલ્હી: કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તકેદારીનાં પગલાંરૂપે કેનેડાએ વિદેશી પ્રવાસીઓ પર ૩૧ ઓક્ટોબર સુધી ટ્રાવેલ પ્રતિબંધ લંબાવ્યો છે. કેનેડાના પબ્લિક સેફ્ટી પ્રધાન બિલ બ્લેરે કહ્યું હતું કે અમે અમેરિકા સિવાયના વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પરનો પ્રતિબંધ ૩૧ ઓક્ટોબર સુધી લંબાવીએ છીએ. જોકે આ આદેશ કેટલાક અમેરિકન નાગરિકો અને હંગામી વિદેશી કર્મચારીઓ તેમજ રાજદ્વારીઓ અને ફ્લાઈટ ક્રૂને લાગુ પડશે નહીં. કેનેડાએ ૨૫ માર્ચ પછી ત્યાં ક્વોરન્ટાઈનના નિયમો વધુ કડક બનાવ્યા છે. જે વ્યક્તિ તેનો ભંગ કરે તેને ૫,૩૭,૦૦૦ ડોલરનો દંડ કરવામાં આવે છે અને અથવા ૬ મહિનાની કેદ કરાય છે.

        ઇઝરાયેલમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર દ્વારા કડક પ્રતિબંધો અમલી બનાવાયા છે. લોકો હવે પ્રતિબંધોના વિરોધમાં દેખાવો કરી શકશે નહીં. સરકાર દ્વારા દેખાવો અને વિરોધપ્રદર્શનો પર રોક લગાવતો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે લોકો દેખાવો કરશે તેની ધરપકડ કરાશે.

(5:57 pm IST)