દેશ-વિદેશ
News of Tuesday, 3rd August 2021

સ્‍પેનમાં મેડ્રિડમાં પૂર્વ ગ્રિગોસના નાનકડા વિસ્‍તારમાં મફતમાં રહેવા માટે ઘર અને નોકરીની ઓફરઃ શહેરને ફરીથી ગુલઝાર બનાવવા તંત્રનો નિર્ણય

શહેરનો વિસ્‍તાર ખાલી થઇ જતા 3 હજારથી વધુ લોકોએ અરજી કરી

નવી દિલ્લીઃ કોરોના મહામારીમા જ્યાં અનેક લોકોની નોકરીઓ ગઈ છે. લોકો માટે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે સ્પેનમાં એક શહેર એવું છે જ્યાં લોકોને મફતમાં રહેવા માટે ઘર અને નોકરી આપવામાં આવી રહી છે. મેડ્રિડમાં પૂર્વ ગ્રિગોસનો એક નાનકડો વિસ્તાર છે, જ્યાં 138 લોકો રહે છે. એક સમય એવો હતો જ્યારે અહીં પણ અન્ય શહેરોની જેમ લોકો રહેતા હતા, પરંતુ ધીરે ધીરે અહીંના લોકો શહેર જતા રહ્યા. પરિણામ એવું આવ્યું કે અહીં લોકો બચ્યા જ નથી.

શહેરને ફરીથી ગુલઝાર કરવા માટે અહીંના પ્રશાસને એક જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવ્યુંછે કે અમે તમને કિચન અને રેસ્ટોરેન્ટમાં કામ કરવાની ઑફર કરીએ છે. જો તમે ગ્રિગોસ હોટેલ-રેસ્ટોરેન્ટને મેનેજ કરી શકો છો તો પણ સારું છે.એટલું જ નહીં અહીં વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ઘરેથી કામ કરો છો તો તમે ટેલીકમ્યૂટ કરી શકો છો.

અહીં નોકરી કરતા લોકો માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જો કે આ સુવિધા હંમેશા માટે નથી. શરૂઆતના ત્રણ મહિના માટે છે. જે બાદ ઘરનું ભાડું આપવાનું રહેશે. આ સુવિધા માત્ર એ લોકો માટે છે, જેમના બાળકો છે અને વાલી તેમનો લોકલ સ્કૂલમાં ભણાવવા માટે તૈયાર છે. હાલ સ્થાનિક શાળામાં માત્ર નવ વિદ્યાર્થીઓ છે. ડિપ્ટી મેયર અગસ્તીનું કહેવું છે કે, તે ઈચ્છે છે કે શાળામાં પર્યાપ્ત બાળકો રહે જેથી શાળા બંધ ન થાય.

ડેપ્યુટી મેયરે એવી પણ માહિતી આવી કે અમને આખા સ્પેનમાંથી અરજીઓ મળવાની આશા હતી. પરંતુ અમને લેટિન અમેરિકા, ક્રોએશિયા અને રોમાનિયાથી પણ મેસેજીસ મળી રહ્યા છે. ત્રણ હજારથી વધુ લોકો આવેદન કરી ચુક્યા છે. આ પહેલા આવી જ જાહેરાત આ વર્ષની શરૂઆતમાં ઈટલીનના સિસિલી શહેર કાસ્ટિગ્લિ ઓ ડિ સિસિલિયામાં પણ આપવામાં આવી હતી. જ્યાં યોજનામાં ખાલી પડેલા ઘરને એક એક યૂરોમાં આપવામાં આવી રહ્યા છે.

(4:57 pm IST)