દેશ-વિદેશ
News of Tuesday, 3rd August 2021

કોરોના વાયરસ પર સ્ટડી કરી રહેલ વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો:સંપૂર્ણ રીતે વેક્સીન લેનાર લોકો પણ થઇ શકે છે સંક્રમિત

નવી દિલ્હી: કોરોના વાયરસના કેર પર સ્ટડી કરનારા વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે વેક્સીન લઈ ચૂકેલા લોકોમાં પણ રીતે કોરોના વાયરસ પ્રભાવ નાખે છે જેમ કે વેક્સીન લેનારા લોકો પર. અમેરિકી સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવારે 30 જુલાઇના રોજ એક લિસ્ટ જાહેર કરી હતી, જે રોગ નિયંત્રણ અને રોકાણ કેન્દ્ર (CDC) દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણયમાં મહત્ત્વપૂર્ણ હતી, જેમાં કહેવામાં આવ્યું કે વેક્સીન લેનારા લોકો અમેરિકાના કેટલાક ભાગમાં ઘરની અંદર પણ માસ્ક પહેરીને રાખે. વિશેષજ્ઞોએ CDCને સૂચન પણ આપ્યું છે કે હોટસ્પોટ બહાર પણ આખા દેશમાં લોકોએ માસ્ક પહેરવાની જરૂરિયાત છે. હાલમાં વેક્સીન મૂળ SARS-CoV-2 વાયરસના સંબંધમાં વિકસિત કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે નવા વેરિએન્ટમાં વેક્સીનથી બચવાની ક્ષમતા છે અહીં સુધી કે સંપૂર્ણ રીતે વેક્સીન લેનારા લોકો પણ સંક્રમિત થઈ શકે છે. જો કોઈ વ્યક્તિએ વેક્સીનના બંને ડોઝ લીધા બાદ કોરોના પોઝિટિવ થાય છે તો વ્યક્તિમાં અથવા તો કોરોનાના લક્ષણ દેખાતા નથી કે પછી કોરોનાની અસર તેના પર ઓછી થશે.

(6:11 pm IST)