દેશ-વિદેશ
News of Thursday, 3rd September 2020

૧૫૦ રૂપસુંદરીઓ સાથે પાર્ટી કરવા સાઉદીના પ્રિન્સે ટાપુ ભાડે રાખ્યો

સાઉદી અરેબિયાના પ્રિન્સ મહોમ્મદ બિન સલમાન ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે

રીયાધ, તા.૩: તેમના પર લખાયેલા એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, સલમાને ૧૫૦ મોડેલ્સ સાથે પાર્ટી કરવા માટે એક આખો ટાપુ બૂક કરાવ્યો હતો. આ મોડેલ્સની સાથે સલમાનના કેટલાક અંગત મિત્રોને પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રણ અપાયુ હતુ. આ ટાપુ પર એક મહિના સુધી પાર્ટી કરવા માટે સલમાને યોજના બનાવી હતી. જોકે એક સ્થાનિક અખબારે આ અંગેનો અહેવાલ પ્રકાશિત કર્યા બાદ સલમાને વિદેશી મોડેલ્સ સાથે ટાપુ છોડવો પડ્યો હતો.

મહોમ્મદ બિન સલમાને ટાપુની સાથે તેના પરના ૪૮ પ્રાઈવેટ વિલા, તેમાં કામ કરતા ૩૦૦ જેટલા કર્મચારીઓને અને કૃત્રિમ સ્નો ફોલ માટેની મશિનને ભાડે રાખ્યુ હતુ. મહેમાનોની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મુકાયો હતો.

પુસ્તક લખનાર લેખકનુ કહેવુ છે કે, સલમાન સી પ્લેનથી આ ટાપુ પર પહોંચ્યા હતા. દુનિયાના મોંદ્યામાં મોંદ્યા ડીજેને પાર્ટી માટે હાયર કરવામાં આવ્યા હતા. એટલુ જ નહી પ્રિન્સે ૫૦ કરોડ ડોલરની એક યાચને પમ ભાડે રાખી હતી. જેમાં બે હેલીપેડ અને એક મૂવી થીયેટરની પણ સુવિધા હતી.

(3:43 pm IST)