દેશ-વિદેશ
News of Thursday, 3rd September 2020

નેપાળના બાલગંગામા જોરદાર વરસાદના કારણોસર પૂરની પરિસ્થિતિ સર્જાઈ

નવી દિલ્હી: નેપાળના બાલલંગમાં ગતરાત્રે જોરદાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ભારે પૂર આવ્યા હતા અને ભૂસ્ખલનની ઘટના બની હતી, અને ઘટનામાં બે લોકોના મોતની ખબર છે, સિવાય 8 લોકો લાપતા બન્યા છે. જયારે બીજી બાજુ ભારતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારતના અનેક ભાગોમાં ચોમાસાની વ્યાપક અસર હજુ પણ ચાલુ છે, જેના કારણે ભારે વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, ઉતરાખંડ, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઉપરાંત પુર્વોતર ભારત, છતીસગઢ, મહારાષ્ટ્ર, તામીલનાડુના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

(6:16 pm IST)