દેશ-વિદેશ
News of Thursday, 3rd September 2020

કોરોના વાયરસને લઈને આવી નવી જાણકારી સામે:વાયરસ હવા દ્વારા સંક્રામક ડ્રોપ્સને ટ્રાન્સમિટ કરે છે

નવી દિલ્હી: એક ચીની બસમાં કોરોના વાયરસ એરબોર્ન ટ્રાન્સમિશનને લઈને કરવામાં આવેલા રિસર્ચમાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. રિસર્ચમાં COVID-19 એવી રીતે હવામાં ફેલાવાની જાણકારી મળી છે કે જેમાં, બસમાં બેઠેલી એક વ્યક્તિ કોરોના સંક્રમિત હતી અને તે બસમાં બેઠા બે ડઝનથી વધારે લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ હતી. રિસર્ચ મંગળવારે સામે આવી હતી. રિસર્ચ વાયરસને લઈને નવા પુરાવા રજૂ કરે છે, જે બાબતે કાયમ થોડા દિવસો બાદ નવી જાણકારી આવે છે. મહામારીની શરૂઆતમાં સ્વાસ્થ્ય અધિકારીને વિશ્વાસ નહોતો કે વાયરસ હવાઈ હતો, તેનો મતલબ એવો છે કે વાયરસ હવા દ્વારા સંક્રામક ડ્રોપ્સને ટ્રાન્સમિટ કરે છે. પરંતુ જેમ જેમ પુરાવા સામે આવતા રહ્યા છે, વૈજ્ઞાનિકોને પણ પોતાની વાત પરથી હટવું પડ્યું છે.

(6:17 pm IST)