દેશ-વિદેશ
News of Thursday, 3rd September 2020

કોરોનાના દર્દીઓનો જીવ બચાવવા WHO એ કરી અનોખી શોધ

નવી દિલ્હી: દુનિયામાં જેટલી તેજીથી કોરોના વાયરસના (coronavirus) મામલા વધી રહ્યા છે. એટલી તેજીથી કોરોનાની દવાઓની (Corona medicine) પણ શોધ કરવામાં આવી રહી છે. હવે એક નવા રિપોર્ટ પ્રમાણે સ્ટેરોઈડ પણ મહામારીમાં લોકોને જિંદગી બચાવવામાં કામ આવી શકે છે. WHOનું કહેવું છે કે કોરોનાના ગંભીર દર્દીઓને સ્ટેરોઈડ આપી શકાય છે. જૂન મહિનામાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી અનેક હોસ્પિટલમાં રિકવરી ટ્રાયલ ચલાવવામાં આવ્યું હતું. ટ્રાયલમાં જાણવા મળ્યું હતું કે, કોરોનાના દર 8 દર્દીમાંથી એક ગંભીર વ્યક્તિનો જીવ ડેક્સામેથાસોન નામના સ્ટેરોઈડથી બચ્યો હતો.

           નવા ટ્રાયલ ઉપરાંત અન્ય ટ્રાયલના પરિણામો પણ સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે હાઈડ્રોકાર્ટિસોન નામનું એક સ્ટેરોઈડ પણ કોરોના દર્દીનો જીવ બચાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. હાઈડ્રોકાર્ટિસોન સસ્તું હોવાની સાથે સાથે સળતાથી મળી શકે છે. અમેરિકન મેડિકલ એસોસિએશનના જર્નલમાં સાત ટ્રાયલના પરિણામો પ્રકાશીત કરવામાં આવ્યા છે.

(6:19 pm IST)