દેશ-વિદેશ
News of Friday, 4th June 2021

અમેરિકાની મહિલા વૈજ્ઞાનિકોની જોડીએ વિશ્વમાં પ્રથમવાર પ્રયોગશાળાની અંદર માતાનું દૂધ બનાવવામાં સફળતા મેળવી

નવી દિલ્હી: પોતાના બાળકોને માતાનું દૂધ પીવડાવી શકનારા માતા-પિતા માટે સારા સમાચાર આવી ગયા છે. કેમ કે અમેરિકાની મહિલા વૈજ્ઞાનિકોની જોડીએ વિશ્વમાં પહેલીવાર પ્રયોગશાળાની અંદર માતાનું દૂધ તૈયાર કરવામાં સફળતા હાંસલ કરી છે. દૂધને બાયોમિલ્ક નામ આપવામાં આવ્યું છે. તેને બનાવનારી વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમણએ બાયોમિલ્કની પોષકતાની તપાસ કરી છે. સાથે તે માતાના દૂધની જેમ પ્રોટીન, ફેટી એસિડ અને અન્ય તત્વો પૂરતાં પ્રમાણમાં મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાયોમિલ્કને બનાવનારી કંપનીનું કહેવું છે કે તે માતાના દૂધના તત્વોથી વધારે છે. કંપનીની સહ સંસ્થાપક અને મુખ્ય વિજ્ઞાન અધિકારી લૈલા સ્ટ્રિકલેન્ડે કહ્યું કે અમારા નવા કામે બતાવી દીધું છે કે તેને બનાવનારી કોશિકાઓની વચ્ચે મજબૂત સંબંધોનું પુનરાવર્તન અને દૂધ પીવડાવવા દરમિયાન શરીરમાં થનારા અનુભવોને મળીને દૂધની વધારે પડતી જટિલતાને હાંસલ કરી શકાય છે.

(5:25 pm IST)