દેશ-વિદેશ
News of Wednesday, 4th August 2021

કોરોના કાળમાં અમેરિકામાં વધ્યું બંદૂકનું વેચાણ: ખરીદનારમાં 40 ટકા મહિલાઓનો સમાવેશ

નવી દિલ્હી: અમેરિકામાં કોરોનાકાળમાં બંદૂકોનું વેચાણ વધ્યું છે. લોકોમાં સામાજિક અશાંતિ અને ગુનાખોરીનો ડર છે. એટલે તેઓ સુરક્ષા માટે બંદૂકો ખરીદી રહ્યા છે. આ સાથે શિકાર માટે પણ બંદૂકો ખરીદાઈ રહી છે કારણ કે, લોકો પાસે પૂરતો સમય છે. ખાસ વાત એ છે કે, ગયા વર્ષે બંદૂકો ખરીદનારામાં 40% મહિલાઓ છે, જેમાં સિંગલ મધર અને વૃદ્ધાઓની સંખ્યા વધુ છે. જોકે, બંદૂકો વેચાય છે, પરંતુ તેની ગોળીઓનો પુરવઠો ઠપ છે. બંદૂકની ગોળીઓના નિર્માતાઓનું કહેવું છે કે, અમે વધુને વધુ ઉત્પાદન કરી રહ્યા છીએ, પરંતુ બંદૂકની ગોળીઓની દુકાનોમાં જગ્યા ઓછી છે, તેની કિંમત પણ વધી રહી છે. ગોળીઓનો પુરવઠો ઓછો હોવાની અસર નેશનલ લૉ એન્ફોર્સમેન્ટ ફાયરઆર્મ્સ ઈન્સ્ટ્રક્ટર્સ એસોસિયેશન પર પણ પડી છે. આ એસોસિયેશનના મેનેજિંગ ડિરેક્ટર જેસન વુસ્ટેનબર્ગ કહે છે કે, અનેક શૂટિંગ કોચે અમારે ત્યાં પોતાનું રજિસ્ટ્રેશન રદ કરાવી લીધું છે. તેમનું કહેવું છે કે, તેઓ જે એજન્સીમાં કામ કરે છે, ત્યાં તેમને ગોળીઓનો સપ્લાય નથી મળતો. તેઓ પોતે પણ ગોળીઓ ખરીદવામાં અસમર્થ છે. ન્યૂયોર્કમાં બંદૂકોના ડીલર આર્ડન ફ્રેજિને કહ્યું કે, ‘સેના જેવી એઆર-15 રાઈફલોની માંગ વધી છે. તેનો સ્ટોક ઝડપથી વેચાઈ જાય છે.

(5:53 pm IST)