દેશ-વિદેશ
News of Wednesday, 4th August 2021

બ્રિટિશ નૌસેનાએ ઓમાનની ખાડી નજીકથી એક જહાજ હાઇજેક કર્યું હોવાની માહિતી

નવી દિલ્હી: બ્રીટીશ નૌસેનાએ એક સનસનીખેજ જાહેરાતમાં જણાવ્યુ હતું કે સંયુકત આરબ અમીરાતના એક દરીયા કિનારાની ઓમાનની ખાડી પાસેથી એક જહાજને હાઇજેક કરવામાં આવ્યુ છે. બ્રીટીશ સેનાએ અગાઉ જ આ વિસ્તારમાં ચાંચીયાઓ સામે એલર્ટ જાહેર કર્યુ હતું અને તમામ વ્યાપારી જાહજોને સાવધ રહેવા જણાવ્યુ હતું. એક તરફ ઇરાન અને પશ્ચીમી દેશો વચ્ચે આ વિસ્તારમાં તનાવ છે અને હાલમાં જ ઓમાનના દરિયા કિનારા પાસે અમેરીકાના એક જહાજ પર ડ્રોન હૂમલો થયો હતો. તે બાદ આ વિસ્તારમાં યુએઇ પણ પેટ્રોલીંગ ગોઠવ્યુ છે. પરંતુ બ્રિટીશ નૌકાદળના જણાવ્યા મુજબ એક જહાજને હાઇજેક થતુ જોવા મળ્યુ છે અને તે ઇરાની બંદરગાહ તરફ લઇ જવાયુ છે. હવે આ જહાજની ઓળખ કરવામાં આવી રહી છે.

(5:53 pm IST)