દેશ-વિદેશ
News of Wednesday, 4th August 2021

અફઘાન સેનાએ શરૂ કરેલ વળતા હુમલામાં અનેક લોકોના મૃતદેહ રસ્તે રઝળતા છોડીને જવાની નોબત આવી

નવી દિલ્હી: અફઘાન સેનાએ વળતો હુમલો શરૂ કર્યો છે. હજારો લોકો ફસાયા છે અને અનેક લોકો લશ્કરગાહ છોડી ચૂક્યા છે. "તાલિબાનોને અમારી પર સહેજ પણ દયા નથી અને સરકાર બૉમ્બમારો બંધ નહીં કરે." આ શબ્દો છે દક્ષિણ અફઘાનિસ્તાનમાં જે હજારો લોકો યુદ્ધમાં સપડાયાં છે અને લશ્કરગાહ છોડી દેવા મજબૂર બન્યાં છે એ પૈકીની એક વ્યક્તિનાંલશ્કરગાહમાં અફઘાનિસ્તાનના સુરક્ષાદળો અને તાલિબાન વચ્ચે અનેક દિવસોથી હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. એક સ્થાનિકે બીબીસીની અફઘાન સેવાને એક વૉટ્સઍપ મુલાકાતમાં કહ્યું "રસ્તા પર મૃતદેહો રઝળે છે. એ સામાન્ય લોકોનાં છે કે તાલિબાનોનાં એ અમને નથી ખબર." એમણે કહ્યું અનેક પરિવારો ઘર છોડીને હેલમંદ નદી નજીક આશરો લઈ રહ્યાં છે. અન્ય એક સ્થાનિકે પણ બીબીસીને કહ્યું "શેરીઓમાં મૃતદેહો રઝળે છે." અફઘાનિસ્તાનની સેનાએ સ્થાનિકોને લશ્કરગાહ છોડી દેવાની અપીલ કરી છે. સમાચાર સંસ્થા એએફપી અનુસાર અફઘાનિસ્તાન આર્મીએ લશ્કરગાહમાં તાલિબાન સામે વળતો હુમલો શરૂ કર્યો છે.

(5:54 pm IST)