પતિ માટે ૩ ગર્લફ્રેન્ડ જોઈએ છેઃ પત્નિએ આપી જાહેરાતઃ મહિને ૩૨ હજાર પગાર
પત્નિ તેના પતિ માટે ત્રણ ગર્લફ્રેન્ડ શોધી રહી છેઃ ગર્લફ્રેન્ડ બનતા પહેલા મહિલાઓએ HIV ટેસ્ટ કરાવવો પડશે
લંડન, તા.૪: એક પત્ની તેના પતિની ખુશી માટે રિલેશનમાં બીજી મહિલાને લઇને આવી ગઇ છે. આની પહેલા પત્નીએ સોશિયલ મીડિયામાં જાહેરાત આપીને કહ્યું હતુ કે તે પતિ માટે ત્રણ ગર્લફ્રેન્ડ શોધી રહી છે
મહિલાએ જણાવ્યું હતુ કે તે ગર્લફ્રેન્ડને દર મહિને ૩૨ હજાર રૂપિયા આપશે. પત્નીએ કહ્યું કે ગર્લફ્રેન્ડ બનતા પહેલા મહિલાઓએ HIV ટેસ્ટ કરાવવો પડશે. પતિ-પત્નીના રિલેશનમાં ત્રીજા શખ્સની એન્ટ્રી થતાં સંબંધમાં તિરાડ આવે છે. પરંતુ એક પત્ની જાતે પોતાના પતિની ખુશી માટે રિલેશનમાં બીજી મહિલાને લઇને આવી છે. સોશિયલ મીડિયામાં આ પત્નીની કહાની ચર્ચામાં છે. તેણે જાહેરાત આપીને પતિ માટે ત્રણ ગર્લફ્રેન્ડ શોધવાની જાહેરાત કરી હતી. જો કે, તેણે એક ગર્લફ્રેન્ડની ભરતી કરી દીધી છે અને હજી બે પોસ્ટ ખાલી છે. ૪૪ વર્ષની પત્થીમાએ જાહેરાત આપી જાહેર કર્યુ હતુ કે તેમને એવી મહિલાઓની તલાશ છે, જે તેના પતિને ખુશ રાખી શકે અને તેના કામમાં મદદ પણ કરી શકે. જેના બદલે ગર્લફ્રેન્ડ્સને ૩૨ હજાર રૂપિયા દર મહિનાનો પગાર મળશે. થાઈગરના રિપોર્ટ મુજબ, પત્થીમાએ આ અંગે ટીકટૉક પર વીડિયો જાહેર કરી બતાવ્યો છે. આની પહેલા પોતાના વીડિયોમાં પત્થીમાએ કહ્યું હતુ કે તેમને ત્રણ મહિલાઓની તલાશ છે, જે તેના પતિ, બાળકો અને ઘરની સારસંભાળ રાખી શકે.
પત્થીમાએ કહ્યું હતુ કે અરજી કરતી મહિલાઓના ણ્ત્સ્ ટેસ્ટ જરૂર થશે. તેની ઉંમર ૩૦-૩૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેની પાસે હાઈસ્કૂલ અને તાાતકની ડિગ્રી હોવી જોઈએ. મહિલાઓનુ રહેવુ અને ખાવાનુ પણ ફ્રી થશે. પત્થીમાનો આ ગજબ જોબ ઑફર કરનારો વીડિયો થાઈ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.