દેશ-વિદેશ
News of Friday, 4th September 2020

મૌરિતાનિયાના રેટિના ઉંચા ટેકરા પર આવેલ શહેરની છે અનોખી કહાની

નવી દિલ્હી: મૌરિતાનિયાના રેતીના ઊંચા ટેકરીઓના છેડા પર વસેલું ચિંગુએટી શહેર છેલ્લાં 1,200 વર્ષોથી મુસાફરોને આશ્રય આપી રહ્યું છે. સહારાના રણ વચ્ચે આ નખલીસ્તાન શહેરની સ્થાપના આઠમી સદીમાં થઈ હતી. જિયારત માટે મક્કા જતા યાત્રાળુઓનો સંઘ અહીં રોકાતો હતો.

            

              લાલ પથ્થરો વાળું નખલીસ્તાન ધીમે ધીમે પશ્ચિમ આફ્રિકામાં વિજ્ઞાન, ધર્મ અને ગણિતના સૌથી મોટા કેન્દ્રોમાનું એક બની ગયું. અહીં કાયદો, ચિકિત્સા અને ખગોળશાસ્ત્રના વિદ્વાનો પણ રહેતા હતા. યાત્રીઓ અને વિદ્વાનો અહીં આવતા જતા રહેતા હતા. ચિંગુએટીમાં ધાર્મિક પુસ્તકો, વૈજ્ઞાનિક અભ્યાસો અને ઐતિહાસિક મહત્ત્વની પાંડુલિપિઓ તૈયાર થતી રહી છે. 13મી સદીથી લઈને 17મી સદી સુધી ચિંગુએટીમાં 30 પુસ્તકાલયો હતાં. જ્યાં પાંડુલિપિઓને સંભાળીને રાખવામાં આવતી હતી.

(7:51 pm IST)