દેશ-વિદેશ
News of Friday, 4th December 2020

અમેરિકાની એરોસ્પેસ કંપની દ્વારા આગામી વર્ષે ચંદ્ર પર થઇ રહ્યું છે કાર રેસિંગનું આયોજન

નવી દિલ્હી: અમેરિકાની એરોસ્પેસ કંપની દ્વારા આગામી વર્ષના ઓક્ટોબર મહિનામાં ચંદ્ર પર એક કાર રેસિંગનું આયોજન થવાનું છે. મૂન પાર્ક નામની અમેરિકન એરોસ્પેસ કંપની દ્વારા યોજાનારી આ રેસમાં એલન મસ્કની સ્પેસએક્સ કંપની પણ સાથે કામ કરી રહી છે. સ્પેસએક્સ રોકેટ ફાલ્કન-9 દ્વારા બે રોબોટિક કારને ચંદ્રની સપાટી પર મોકલવામાં આવશે. અને ત્યાં એ બે કાર વચ્ચે રેસ થશે.

       આ રિમોટ કંટ્રોલ રેસમાં અંતરીક્ષના વૈજ્ઞાનિકો નહીં, પર હાઇસ્કૂલના સ્ટુડન્ટ ભાગ લેશે. રેસિંગ માટેની બંને કાર 2.5 કિલો વજનની છે. અલબત્ત, આમ તો ક્ધસેપ્ટ હજી ખુબ પ્રાઇમરી સ્ટેજ પર છે, પરંતુ આ રેસ વાઈફાઈ અને ટેલિમેટ્રીના સપોર્ટથી રિમોટ દ્વારા કંટ્રોલ થાય એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આને માટે ખાસ કાર બનાવવા વિશ્ર્વભરમાંથી સ્ટુડન્ટસની ટીમ સિલેક્ટ કરવામાં આવશે. દરેક ટીમમાં પાંચ મેમ્બર્સ હશે. આઠ વીકની તબક્કાવાર સ્પર્ધાઓમાંથી પસાર થઇને ફાઈનલ રાઉન્ડમાં કુલ 6 ટીમો પહોંચશે. અને એમાંથી બે ટીમ મેકલારેનના ડિઝાઈનર ફ્રેન્ક સ્ટિફન્સ સાથે મળીને હાઈબ્રીડ સ્પોટર્સ કાર ડિઝાઇન કરશે.

(5:07 pm IST)