દેશ-વિદેશ
News of Friday, 4th December 2020

સાઉથ કોરિયાની રાજધાનીમાં વધતા કોરોનાને ધ્યાનમાં રાખીને કોરન્ટાઇન નિયમ કડક કરવામાં આવ્યો

નવી દિલ્હી:સાઉથ કોરિયાની રાજધાની સિયોલમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને શુક્રવારના રોજ કોરન્ટાઇન નિયમોને વધુ કડક કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સિયોલમાં રાત્ર નવ વાગ્યા પછી સામાન્ય સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે જેમાં મુવી થિયેટર,શાળા તેમજ પાર્કનો પણ સમાવેશ થઇ રહ્યો છે જયારે ઓનલાઇન ડિલિવરી ને રાત્રે 9 વાગ્યા પછી છૂટ આપવામાં આવી છે. જાહેર કરેલ નિયમ મુજબ સાર્વજનિક પરિવહનનું સંચળ 9 વાગ્યા પછી 30 ટકા ઓછું થઇ જશે. 

(5:13 pm IST)