દેશ-વિદેશ
News of Friday, 4th December 2020

ફિલિપાઇન્સમાં આ યુવતીએ ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા એક પછી એક 42 ડોલીવરી બોય આવી પહોંચ્યા

નવી દિલ્હી: આ દૃશ્યો ફિલિપાઇન્સના સેબૂ શહેરના છે. ફૂડનો ઓર્ડર આપ્યા બાદ ડિલીવરી બોયની લાઈન લાગી ગઈ હતી. એક-બે નહીં પરંતુ પુરા 42 ડિલીવરી બોય ફૂડ લઈને ડિલીવરી આપવા પહોંચી ગયા હતાં. એક સાથે 42 ડિલીવરી બોય પહોંચતા ઘરની બહાર અને સોસાયટીમાં લાંબી લાઈનો લાગી ગઈ હતી. મહત્ત્વનું છે કે, સાત વર્ષની બાળકીએ ફૂડનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જો કે, એક સાથે આટલા બધા ડિલીવરી બોય પહોંચતાં છોકરી સમજી ન શકી કે હવે શું કરવું? ડિલીવરી બોયની લાંબી લાઈન જોઈ સ્થાનિકો પણ અચરજમાં મૂકાઈ ગયા હતાં. જો કે, થોડી તપાસ કરતાં જાણ થઈ કે, એપ્લિકેશનમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. હકિકતમાં મમ્મી-પપ્પા ઘરે ન હોવાથી છોકરીએ દાદી સાથે લંચ કરવા માટે ઓનલાઇન ફૂડનો ઓર્ડર કર્યો હતો. પાડોશીએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી શૅર કરતાં ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.

(5:13 pm IST)