દેશ-વિદેશ
News of Tuesday, 4th May 2021

ઓએમજી.....પુત્રવધુના માં બનવાના સમાચાર આવતા પહેલા સાસુએજ પોતે ગર્ભવતી હોવાનો ખુલાસો કર્યો:સોશિયલ મીડિયા પર પુત્રવધૂએ ભડાશ કાઢી

નવી દિલ્હી: વેડિંગ ડે દુનિયાના દરેક કપલ માટે ખાસ હોય છે. સ્પેશિયલ ડે માટે દુલ્હા-દુલ્હન મહિનાઓથી પ્લાન કરતાં હોય છે. વેડિંગમાં આવેલા દરેક મહેમાનોનું ધ્યાન દુલ્હા-દુલ્હન પર હોય છે, પણ એક લગ્નમાં વરરાજા અને તેની દુલ્હનને બદલે દુલ્હાની મમ્મી પર લોકોનું ધ્યાન ગયું. એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો વેડિંગ ડે કેવી રીતે ખરાબ થયો એના પર પોસ્ટ કરી. યુઝરે તેનું નામ જાહેર કર્યું નથી. દુલ્હને તેની પોસ્ટમાં ગુસ્સો ઠાલવતાં કહ્યું, મારા લગ્નના દિવસે મારાં સાસુએ બધાને કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે. સમાચાર સાંભળીને બધી તૈયારી પર પાણી ફરી વળ્યું. રેડિટ પર આ 24 વર્ષીય દુલ્હને પોતાની આપવીતી શેર કરી છે. તેણે લખ્યું, અમારું વેડિંગ રિસેપ્શન કોરોનાને લીધે નાનું હતું. અમે લિમિટેડ લોકોને આમંત્રણ આપ્યું હતું. મેં સાસુ-સસરા, ભાઈ, મમ્મી-પાપા અને મારા પતિ માટે સ્પીચ રેડી કરીને રાખી હતી. હજુ હું કંઈ બોલવા જઉં પહેલાં મારાં સાસુ આવ્યાં અને મારા હાથમાંથી માઈક લઈને જાહેરાત કરી કે હું પ્રેગ્નન્ટ છું. મારાં સાસુ હજુ યંગ અને હેલ્થી છે, પણ દિવસે વાત સાંભળીને અમને બધાને નવાઈ લાગી હતી. દુલ્હને કહ્યું, હું પોતે પ્રેગ્નન્ટ છું ગુડ ન્યૂઝ શેર કર્યું પહેલાં વેડિંગ ડેના દિવસે માતાએ તેમની પ્રેગ્નન્સી જાહેર કરી. લગ્ન પછી હું ઘણા દિવસ સુધી મારાં સાસુ સાથે બોલી નહોતી. એક તો મહામારી અને ઉપરથી મારાં સાસુની ગુડ ન્યૂઝે મારા વેડિંગ ખરાબ કર્યા. વેડિંગ ડેના દિવસે આવી સરપ્રાઈઝ મળશે તો દુલ્હા-દુલ્હન કે મહેમાનોએ પણ વિચાર્યું નહોતું. થોડા દિવસ પછી બધું નોર્મલ થઇ ગયું અને મહિલાએ તેનાં સાસુ સાથે વાત કરવાનું શરૂ કર્યું, પણ હજુ તેના મગજમાં વેડિંગ ડે પર થયેલા તમાશાની તસવીરો ખસતી નથી.

(5:17 pm IST)