દેશ-વિદેશ
News of Wednesday, 5th May 2021

હવે આ રીતે નાખ પરથી જાણી શકાશે કે કોરોના થઇ ગયો છે કે નહીં.....સિમ્પટમ્સ સ્ટડી એપના મુખ્ય પ્રોફેસરે ટ્વીટ કરીને લખી એક પોસ્ટ

નવી દિલ્હી:  દુનિયા કોરોના સંક્રમણ (Coronavirus) થી સંઘર્ષ કરી રહી છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસ (Coronavirus In India) ની બીજી, ત્રીજી અને ચોથી લહેર ચાલી રહી છે. તેવામાં બધા લોકો ઘરની અંદર રહીને પોતાનું ધ્યાન રાખી રહ્યાં છે. તેમાં કોઈ બે મત નથી કે કોરોનાના લક્ષણ (Covid 19 Symptoms) પણ ખુબ ઝડપથી બદલી રહ્યાં છે. જે સિમ્પ્ટમ્સ સ્ટડી એપ (Zoe Symptom Study App) ના મુખ્ય પ્રોફેસર ટિમ સ્પેક્ટર (Professor Tim Spector) ટ્વિટર પર એક પોસ્ટ લખીને નખ (Fingernails) પર ધ્યાન આપવા માટે કહ્યું છે. તેમણે ટ્વીટ કરીને પૂછ્યુ કે શું તમારા નખ અલગ જોવા મળી રહ્યાં છે? હકીકતમાં એક સ્ટડી પ્રમાણે, હવે કોવિડ નેલ્સ (Covid Nails) જોઈને કોરોનાની સ્થિતિને સમજી શકાય છે. જે લોકોને ક્યારેય કોરોના સંક્રમણ થઈ ચુક્યું છે, તેમાંથી ઘણા લોકોના નખ પર એક લાઇન ઉભી જોવા મળે છે.

પ્રોફેસર ટિમ સ્પેક્ટરે લખ્યુ- કોવિડ સંક્રમણ થયા બાદ નખ ઠીક થઈ જાય છે. રિકવરી (Post Covid Recovery) માં નખ પર એક લાઇન બની જાય છે. તે તમારી ત્વચા કે નખની આસપાસ કોઈ નુકસાન પહોંચતુ નથી. તેમણે તે પણ કહ્યું કે, નખનો ગ્રોથ સામાન્ય રીતે 6 મહિનાના ગાળા પર થાય છે. તેથી નખોમાં તે લક્ષણ જોવામાં થોડો સમય લાગી શકે છે.

(6:20 pm IST)