દેશ-વિદેશ
News of Thursday, 5th August 2021

અમેરિકામાં ડોકટરે કોરોના મહામારીને લઈને આપ્યું એક મોટું એલર્ટ

 

નવી દિલ્હી: અમેરિકાના ટોચના કોરોના વાયરસ એડવાઈઝર ડૉ. એંથની ફૌસીએ મહામારીને લઈને ફરી એકવખત મોટું એલર્ટ આપ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે, કોરોના વાયરસના કેસ ડબલ થઈ શકે છે. કારણ કે, ડેલ્ટા કરતા પણ વધારે ઘાતકી વેરિયંટ આવે એવી આશંકા છે. તેમણે જણાવ્યું કે, અમેરિકામાં હાલમાં કોરોના વાયરસના કેસમાં આવો વધારો થતો રહ્યો તો દેશને વાયરસ તેમજ આનાથી વધારે ઘાતક સ્ટ્રેનનો સામનો કરવો પડશે.

સાથે એના પર અત્યાર સુધીના વેક્સીનેશનની અસર શમી જશે. અમેરિકામાં તાજેતરમાં ડેલ્ટા વાયરસને કારણે થતા સંક્રમણના કેસમાં વધારો થયો છે. વાયરસ કોરોના વાયરસના ઓરિજિનલ સ્ટ્રેન કરતા વધારે સંક્રમણ ફેલાવી શકે છે. કોરોના કરતા પણ ચેપી છેફૌસીએ એવું પણ કહ્યું કે, એક અલગ પ્રકારનો વાયરસ છે. આપણે કોઈ આના પર ધ્યાન આપતા નથી. અત્યારના આંકડા પરથી ખ્યાલ આવે છે કે, વેક્સીનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. સાથે તેઓ બીજા પણ સંક્રમિત કરી રહ્યા છે. વેક્સીનેશનમાં ઘટાડો થવાને કારણે વાયરસ ફેલાવવાનું યથાવત રહ્યું છે. નવા વેરિયંટને મ્યુટેટ થવાનો બિલકુલ યોગ્ય સમય છે. પણ વાયરસ કોરોના કરતા પણ ઘાતક હશે. હાલમાં આપવામાં આવી રહેલી વેક્સીને વાયરસની સામે સારી અસર ઊભી કરી છે. બીમારીની ગંભીરતા ઘટી ગઈ છે. પણ આવું નવા વેરિયંટ સાથે થાય. જે લોકો વેક્સીન લેતા નથી તેઓ બીજાને પણ જોખમમાં મૂકી રહ્યા છે.

(6:09 pm IST)