દેશ-વિદેશ
News of Thursday, 5th August 2021

બાળકો માટે શાળા ખોલવા વેક્સિનની રાહ જોવી જરૂરી નથી:વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભલામણ કરી હોવાની માહિતી

 

નવી દિલ્હી: દેશ અને વિદેશમાં લાંબા કોરોના કાળમાં શાળા-કોલેજોમાં ફરજીયાત રીતે લાંબુ વેકેશન પછી હવે કેસ ઘટતા કોલેજો ખુલી ગઈ છે અને શાળાઓ ખાસ કરીને પ્રાથમીક, માધ્યમિક શાળાઓ ખોલવામાં ડર એટલા માટે છે કે બાળકો જો સંક્રમીત બને તો ચિંતા વધશે પણ બીજી ચિંતા સતત બગડતાં જતાં શિક્ષણની છે તે સમયે વેકસીન વગર પણ બાળકોને શાળાએ મોકલવા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભલામણ કરી છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે આપણે માટે વેકસીન આવે તેની રાહ જોવાની જરૂર નથીવેકસીનમાં હાલ પ્રાયોરીટી વયસ્ક લોકો માટે હોવી જોઈએ. વેકસીન બાળકોના અભ્યાસમાં વિધ્ન બનવું જોઈએ નહી. વયસ્ક લોકોને કોરોનાથી સુરક્ષિત કરીને બાળકોમાં સંક્રમણની શકયતા ઘટાડી શકાય છે. ગત તા.19 ના રોજ એઈમ્સ દિલ્હીના ડીરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ પણ આવું મંતવ્ય વ્યક્ત કર્યુ હતું જે ઓનલાઈન શિક્ષણ છે તેનો લાભ બહું મર્યાદીત બાળકોને મળી રહ્યો છે અને એક આખી પેઢી શિક્ષણથી વંચિત રહે તો તેના માઠા પરિણામો લાંબાગાળે જોવા મળશે. ડો. ગુલેરીયાએ કહ્યું કે જીલ્લા કક્ષાએ કોરોનાની સ્થિતિ શું છે તેના પર નિર્ણય લેવો જોઈએ. ડબલ્યુએચઓના ડેટા કહે છે કે 18 વર્ષ સુધીના બાળકોએ 8.5% માં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે અને મૃત્યુનું પ્રમાણ તો અત્યંત નીચુ છે તથા બાળકોમાં ગંભીર રીતે સંક્રમણ જોવા મળ્યુ નથી પરંતુ વયસ્કોએ અગાઉની બિમારીનું પ્રમાણ ઉંચુ હોય છે જેથી તે કોરોનામાં સંક્રમીત થવાની શકયતા વધે છે.

(6:11 pm IST)