દેશ-વિદેશ
News of Friday, 5th August 2022

આઇટી એન્જીનીયરના ખોવાયેલ ખજાનાને શોધવા કરવામાં આવી રહ્યા છે અથાગ પ્રયત્નો

નવી દિલ્હી: આઈટી એન્જિનિયર જેમ્સ હૉવેલ્સ 10 વર્ષ બાદ કરોડો રૂપિયાના 8000 બિટકોઈનના ખજાનાને શોધવામાં લાગેલા છે. આ બિટકોઈન એક હાર્ડડ્રાઈવમાં તેમણે રાખ્યા હતા. જેમ્સે હાર્ડડ્રાઈવને એક કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. પરંતુ હવે જેમ્સને પોતાના બિટકોઈનની કિંમત (1 બિટકોઈન= 18,28,395 રૂપિયા)નો અહેસાસ થયો તો તે હાર્ડ ડ્રાઈવને કચરાના ઢગલામાંથી કોઈપણ ભોગેબહાર કાઢવામાં લાગી ગયા. 8 હજાર બિટકોઈનની કિંમત આજની તારીખમાં જોઈએ તો આ 8000*18,28,395= 32,91,11,10,000 (3291 કરોડ) રૂપિયા છે. રિપોર્ટ અનુસાર આઈટી એન્જિનિયર જેમ્સ હૉવેલ્સ પોતાની આ હાર્ડ ડ્રાઈવને વર્ષોથી શોધવામાં લાગેલા છે. જેમ્સનુ કહેવુ છેકે જો તેમને આ બિટકોઈન મળી ગયા તો આના 10 ટકા તે ન્યૂપોર્ટ (વેલ્સ)માં ક્રિપ્ટો હબ બનાવવામાં ખર્ચ કરશે. ન્યુપોર્ટ કાઉન્સિલનુ કહેવુ છે કે જો લેન્ડફિલ (કચરા ફેંકવાનુ મોટુ સ્થળ)ની સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો પર્યાવરણને નુકસાન થશે. આ માટે કાઉન્સિલ હાલ તૈયાર નથી. જેમ્સે પોતાની આ હાર્ડડિસ્ક ભૂલથી વર્ષ 2013માં લેન્ડફિલમાં ફેંકી દીધી હતી. જેમ્સને વિશ્વાસ છે કે હાર્ડ ડ્રાઈવ ત્યાં હાજર છે. તેમણે ઘણીવાર અહીં ખોદકામની વિનંતી કરી છે. ન્યૂપોર્ટ કાઉન્સિલ જેમ્સના પ્રસ્તાવને ઘણીવાર ફગાવી ચૂકી છે. કાઉન્સિલે આની પાછળ પર્યાવરણને થનારા નુકસાનનો તર્ક આપ્યો છે.

(6:34 pm IST)