દેશ-વિદેશ
News of Saturday, 5th September 2020

તરબૂચ અને કિવીમાંથી પણ સંગીત નીકળી શકે છે

લંડન,તા.૫ : ઘરનાં વાસણ, પીપડાં, ખાલી ડબ્બાથી મ્યુઝિક ક્રીએટ કરી શકાય, પણ ફ્રુટના ઉપયોગથી સંગીત ઉત્પન્ન કરી શકાય એ માન્યામાં આવશે? જોકે સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તરબૂચ, સક્કરટેટી અને કિવી ફ્રુટની મદદથી સંગીતનું સર્જન કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ બાસ્કેટબોલ પ્લેયર રેકસ ચેપમેને શેર કરેલા આ એક મિનિટના વિડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યકિતએ ટેબલ પર તરબૂચ અને સક્કરટેટીની સ્લાઇસ બાજુબાજુમાં ગોઠવીને મૂકી છે. આ ઉપરાંત ટેબલની કિનારી પર કિવી ફ્રુટના બે પીસ પણ મૂકયા છે. આ ફ્રુટમાંથી અનેક વાયર બહાર આવેલા જોઈ શકાય છે, જે એક મેટલ બોર્ડ સાથે જોડાયેલા છે. આ મેટલ બોર્ડ લેપટોપ સાથે જોડાયેલું છે અને મ્યુઝિક પ્લેયરના પગ પાસે એક પેડલ સાથે ડ્રમ લગાડેલું છે. એક વ્યકિત તરબૂચ અને સક્કરટેટીની સ્લાઇસને સિન્થેસાઇઝર-કીની જેમ વગાડી રહ્યો છે, જેમાંથી સંગીત રેલાઈ રહ્યું છે.

(2:38 pm IST)