દેશ-વિદેશ
News of Saturday, 5th September 2020

આને કહેવાય દરિયાદીલી

કર્મચારીઓના પગાર વધારવા માલિકે પોતાના પગારમાં ૭.૩૧ કરોડનો કાપ મૂકયો

ન્યુયોર્ક, તા.પઃ ૨૦૧૫માં અમેરિકાના સીએટલમાં ગ્રેવિટી પેમેન્ટ નામની કંપનીના સીઈઓ ડેન રાઇસે કંપનીના કર્મચારીઓના પગારમાં વધારો કરીને લઘુતમ ૭૦,૦૦૦ ડોલર (અંદાજે ૫૧.૧૯ લાખ રૂપિયા)ના સ્તરે લાવી શકાય એ માટે પોતાના પગારમાં ૧ મિલ્યન ડોલર (અંદાજે ૭.૩૧ કરોડ રૂપિયા)નો કાપ મૂકયો હતો. એ નિર્ણય પછી કંપનીમાં મોજનું વાતાવરણ છે. ડેન રાઇસ કહે છે કે ત્યાર પછી કંપનીનું ટર્નઓવર અડધું થયું છે અને બિઝનેસ ત્રણ ગણો થયો છે. કર્મચારીઓને તો જલસા પડી ગયા છે. એ નિર્ણય લેવાયા પછી અર્થશાસ્ત્રીઓ, કાઙ્ખર્પોરેટ-નિષ્ણાતો અને પોલિટિકલ થિયરીના નિષ્ણાતોએ કહ્યું હતું કે આવું કાંઈ ચાલે નહીં. આ પ્રયોગ નિષ્ફળ જશે. બિઝનેસ ચલાવવામાં સમાજવાદી અભિગમ કેવી રીતે નિષ્ફળ જાય છે, એ માસ્ટર ઓફ બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશન (એમબીએ)ના વિદ્યાર્થીઓને સમજાવવા માટે ગ્રેવિટી પેમેન્ટ કંપનીનો કેસ સ્ટડી ભણાવવો જોઈએ.

(3:14 pm IST)