દેશ-વિદેશ
News of Saturday, 5th September 2020

પોતાની જાતને 'ઇસ્લામિક સ્ટેટ'કહેનાર ઉગ્રવાદી સંગઠનના ઓનલાઇન કન્ટેન્ટની માહિતી સામે આવી

નવી દિલ્હી: પોતાની જાતને 'ઇસ્લામિક સ્ટેટ' કહેનારા ઉગ્રવાદી સંગઠનના ઓનલાઇન કન્ટેન્ટના મોટા ભંડારની જાણ થઈ છે. ભંડારની જાણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક ડાયલૉગ (આઈએસડી)ના રિસર્ચરોએ કરી છે. ઓનલાઇન લાઇબ્રેરીમાં 90 હજારથી પણ વધારે આઇટમ છે અને પ્રત્યેક મહિને પ્લૅટફોર્મ પર 10 હજાર જેટલા યુનિક વિઝિટર પણ આવે છે. નિષ્ણાતો પ્રમાણે આના દ્વારા ઉગ્રવાદીઓ સતત નેટ પર કન્ટેન્ટ મોકલી રહ્યા છે. ખાસ વાત છે કે આને ઇન્ટરનેટ પરથી હઠાવવું પણ સરળ નથી કારણ કે તમામ ડેટા એક જગ્યા પર સ્ટોર નથી. બ્રિટન અને અમેરીકાના ઉગ્રવાદ વિરોધી અધિકારીઓ તરફથી ચેતવણી જાહેર કર્યા પછી પણ કન્ટેન્ટમાં સતત વધતો થતો રહ્યો છે.

(6:00 pm IST)