દેશ-વિદેશ
News of Saturday, 5th September 2020

તાજેતરમાં તાઇવાને પોતાના પાસ્પોર્ટમાંથી ચીનના શબ્દો કાઢી નાખતા ચીનને લાગ્યો મોટો ઝટકો

નવી દિલ્હી: તાજેતરમાં તાઇવાને અંગ્રેજી કવરવાળો પાસપોર્ટ જારી કર્યો અને તેમાંથી 'રિપબ્લિક ઓફ ચાઇના' શબ્દો કાઢી નાખ્યાં છે. તેમ છતાં કવર પર ચીની અક્ષરો લખાયેલા છે. પાસપોર્ટ પર ચીનનો ઉલ્લેખ દૂર કરી 'તાઇવાન' શબ્દની મોટી સાઇઝ લખવામાં આવ્યા છે. ઉપરાંત, તાઇવાનના નવા પાસપોર્ટ પર તાઇવાન રાષ્ટ્રીય ચિહ્ન લગાવવામાં આવ્યું છે. હવે સવાલ ઊભો થાય છે કે તાઇવાને શા માટે પગલું ભર્યું?

             જ્યારે સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે ચાઇના આક્રમક રીતે તાઇવાનને પોતાના ભાગ મને છે આપી અને તાઇવાન પર હુમલો કરવા પણ તૈયાર છે, ત્યારે તાઇવાનના પગલાનો શું અર્થ છે? પહેલાં જાણવું પણ મહત્વનું છે કે તાઇવાન સરકારે વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે જૂના પાસપોર્ટને કારણે, તાઇવાની પ્રવાસીઓને ચીનના નાગરિક ગણીને રોગચાળાને લગતા મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા હતા. ઘણા દેશોમાં જૂના પાસપોર્ટને લઈને મૂંઝવણ હતી, કારણ કે તેમાં ચીન લખાયેલું હતું.

(6:01 pm IST)