News of Saturday, 5th September 2020
આજ રોજ ચીને ફરીથી વાપરી શકાય તેવા અંતરિક્ષ યાનનું સફળ પરીક્ષણ કર્યું
નવી દિલ્હી: ચીને શુક્રવારે ફરીથી વાપરી શકાય એવા અંતરિક્ષ યાનનુ સફળ પરિક્ષણ કર્યુ હતુ. પંરતુ ચીને એ વાતની પુષ્ટિ નથી કરી કે આ પરિક્ષણ કયા અભિયાન અંતર્ગત કરવામાં આવ્યુ હતુ. આ અંતરિક્ષ યાન ચીનના ઉત્તર-પશ્ચિમમાં આવેલ ઝિયૂક્કુઆન સેટેલાઈટ લોન્ચ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યુ હતુ. અંતરિક્ષ યાનને લોન્ગ માર્ચ - 2F રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવ્યુ હતુ.
આ તમામ માહિતિ સરકારી સમાચાર એજન્સી શિંહુઆ દ્વારા આપાઈ હતી. તેના રિપોર્ટ અનુસાર આ યાન પોતાની કક્ષામાં અભિયાનને પૂર્ણ કરીને ચીનની ધરતી પર પાછુ લેન્ડ કરશે. આ દ્વારા ચીન પોતાની અંતરિક્ષ ઉડાનની ટેક્નિકોને ફરીથી વાપરી શકવાની ક્ષમતાઓનુ પરિક્ષણ કરી રહ્યુ છે.
(6:03 pm IST)