News of Wednesday, 6th July 2022
દક્ષિણ ઈરાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા:પાંચ લોકોના મૃત્યુ
નવી દિલ્હી:દક્ષિણી ઈરાનમાં શનિવારના રોજ 6.3ની તીવ્રતાના ભુકંપન ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેના કારણોસર પાંચ લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ અન્ય 44 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનુઁ માલુમ પડી રહ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર રાજધાનીથી લગભગ 1 હજાર કિલોમીટર દક્ષિણમાં સાયેહ ખોશ ગામમાં હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
(5:36 pm IST)