દેશ-વિદેશ
News of Wednesday, 6th July 2022

અફઘાનિસ્તાનના 5 રોકેટ ઉઝબેકિસ્તાનમાં પડ્યા હોવાની માહિતી

નવી દિલ્હી:અફઘાનિસ્તાનથી છોડવામાં આવેલ પાંચ રોકેટ પાડોશી  ઉઝબેકિસ્તાનના દક્ષિણમાં સીમાવર્તી શહેર  નજીક પડ્યા  હોવાની માહિતી  પ્રાપ્ત  થઇ રહી છે.સ્થાનિક સમયાનુસાર  રોકેટ  સાંજના  4 વાગ્યાને 20 મિનિટ પર પડ્યા  હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ ચાર  રોકેટ  મજનૂનટોલ  નજીકના વિસ્તારમાં એક ફૂટબોલના સ્ટેડિયમમાં પડ્યા  હતા. કહેવાય રહ્યું છે કે કોઈ પણ  રોકેટમાંથી વિસ્ફોટ થયો નથી ચાર ઘરને સામાન્ય  નુકશાન પહોંચ્યું છે. પરંતુ લોકોને સુરક્ષિત  જગ્યા પર લઇ જવામાં આવ્યા છે.    

(5:37 pm IST)