દેશ-વિદેશ
News of Friday, 6th August 2021

અનોખી પરંપરા:કેન્યાઈ જનજાતિમાં આ રીતે પિતા આપે છે પોતાની પુત્રીને આશીર્વાદ

નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર દુનિયાના દેશોમાં લગ્નમાં અલગ અલગ પ્રકારના રિત રિવાજોનું પાલન કરવામાં આવે છે. જે સદીઓથી ચાલ્યું આવે છે. જો કે અમુક રીત રિવાજો એવા છે. જેના જાણવામાં આપને મજા આવશે, પણ થોડી વારમાં કહેવા લાગશો કે આવા તે કેવા રિવાજ.ચીનના તુજિયા સમુદાયમાં લગ્નના એક મહિના પહેલાથી થનારી દુલ્હન અને ઘરની બાકીની મહિલાઓ રોજ રડે છે. પરંપરા સદીઓથી ચાલી આવે છે અને તેને શુભ માનવામાં આવે છે. ગ્રીક પરંપરામાં મહેમાન અને પરિવારના સભ્યો મળીને ખાવાની પ્લેટ તોડે છે. તેને વર વધુ માટે સૌભાગ્યની વાત માનવામાં આવે છે. એક વિશેષ કેન્યાઈ જનજાતિનમાં લગ્નના સમયે દિકરી પર થૂકવાનો રિવાજ છે. અહીં પિતા પોતાની દિકરીના માથ અને સ્તન પર થૂકીને આશીર્વાદ આપે છે.ભારતના અમુક ભાગોમાં પણ અમુક મહિલાઓે શાપિત માનવામાં આવે છે. કહેવાય છે કે, આવી છોકરીઓના લગ્ન થવા પર તેના પતિનું અકાળે મૃત્યુ થઈ જાય છે. અભિશાપ તોડવા માટે પહેલા છોકરીના લગ્ન એક ઝાડ સાથે કરાવે છે, બાદમાં ઝાડને કાપી નાખવામાં આવે છે. ફાટેલુ દૂધ, મરેલી માછલી, ખરાબ ખાવાનું, સોસ, માટી, લોટ બાકીની અન્ય કેટલીય ગંદી વસ્તુ જે આપ વિચારી શકો છો. સ્કોટલેન્ડમાં દુલ્હન પર વિશ્વાસ સાથે ફેંકવામાં આવે છે કે, તે જીવનમાં બધુ સંભાળી શકવા માટે સક્ષમ હશે. બુલ્ગારિયામાં એક શહેરમાં દુલ્હનના ચહેરાને સફેદ રંગથી રંગવામાં આવે છે. ત્યાર બાદ તેના સાસરિયાવાળા દુલ્હનના ચહેરા પર પેન્ટીંગ બનાવે છે.

 

(5:47 pm IST)