દેશ-વિદેશ
News of Tuesday, 7th February 2023

ઓએમજી.....મૃત્યુના ત્રણ કલાક પછી સ્મશાનમાં મહિલા જીવિત થઇ

નવી દિલ્હી: મૃત જાહેર કરાયેલી મહિલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારથી દરેક આ મામલાને લઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના અમેરિકાના ન્યુયોર્ક શહેરની છે. જ્યાં કેર સેન્ટર દ્વારા 82 વર્ષીય મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી, પરંતુ ત્રણ કલાક બાદ તેણે કબ્રસ્તાનમાં શ્વાસ લેવાનું શરૂ કર્યું હતું. શનિવારે સવારે લગભગ 11 વાગ્યે મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. મૃત જાહેર કરાયેલી મહિલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારથી દરેક આ મામલાને લઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના અમેરિકાના ન્યુયોર્ક શહેરની છે. જ્યાં કેર સેન્ટર દ્વારા 82 વર્ષીય મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી, પરંતુ ત્રણ કલાક બાદ તેણે કબ્રસ્તાનમાં શ્વાસ લેવાનું શરૂ કર્યું હતું. શનિવારે સવારે લગભગ 11 વાગ્યે મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે તે લગભગ 2 વાગ્યે શ્વાસ લેતી જોવા મળી હતી. આ પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે મહિલાની હાલત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. જ્યારે, રાજ્યના એટર્ની જનરલ અને આરોગ્ય વિભાગ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

(11:33 pm IST)