દેશ-વિદેશ
News of Wednesday, 7th April 2021

તો આ કારણોસર ઇજિપ્તમાં એક સાથે 22 જૂની મમીઓની પરેડ કાઢવામાં આવી

નવી દિલ્હી: ઇજિપ્તનું નામ પડતાની સાથે જ તેના મમી યાદ આવે છે. પ્રાચીન સમયમાં વિવિધ રસાયણો અને ખાસ પ્રકારના મસાલા ભરીને માણસના શબને સદીઓ સુધી સાચવી રાખવામાં આવતા તેને મમી કહેવામાં આવે છે. રાજા અને રાણીઓના મમી જોવા માટે લાખો પ્રવાસીઓ ઇજીપ્તમાં આવે છે. મમીના આધારે હોલીવુડમાં ફિલ્મ સિરિઝ પણ બની છે. હમણાં ઇજીપ્તના ૧૮ રાજાઓ અને ૪ રાણીઓના મમીને ત્રણ હજાર વર્ષ પછી ધ ફેરો ગોલ્ડન પરેડ સાથે નેશનલ મ્યુઝિયમમાં ખસેડવામાં આવ્યા હતા.

પુરાતત્વવિદો અને ઇજીપ્તના પ્રશાસન માટે આ એક મોટી ઘટના હતી. ૨૨ મમીઓને વાતાનુકુલિત પેટીઓમાં મુકીને ખાસ તૈયાર કરેલા ટ્રકોમાં પરેડ સ્વરુપે લઇ જવાયા હતા. આ રાજા અને રાણીઓને આશરે ૩ હજાર વર્ષ પહેલા દેર અલ બહેરીમાં રાખવામાં આવેલા હતા. આ શાહી પરેડમાં કિંગ રામસેસ દ્રીતિય, કિંગ સેકનેયર તાઓ, કિંગ તુટમોઝ તૃતિય, કિંગ સેતી -૧, કવીન હાટસએપશુટ, કવીન મેરીટામેન અને કલીન આહમોઝ નેફ્રતારી સહિતના મમીઓનો સમાવેશ થતો હતો.

(6:11 pm IST)