દેશ-વિદેશ
News of Friday, 7th May 2021

અમેરિકાની સ્કૂલમાં વિદ્યાર્થીની દ્વારા ફાયરીંગ : ૩ લોકો ઘાયલ

ન્યુયોર્ક,તા. ૭: અમેરિકાના ઇદાહો રાજ્યની એક સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની દ્વારા ફાયરીંગ કરાયાની ઘટના સામે આવી છે. જેમાં ૩ લોકો ઘાયલ થયા હતા. ઇદાહો ફોલ્સ પાસેથી રિગ્બી મિડલ સ્કૂલમાં આ ઘટના બની હતી. વિદ્યાર્થીનીની ઉંમર ૧૧-૧૨ વર્ષની છે અને તેણે પોતાના બેગમાંથી હેન્ડગન કાઢી અને અનેક રાઉન્ડ ફાયરીંગ કરેલ. જેમાં બે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર ઘાયલ થયેલ. જો કે ઇજા વધુ નથી. ફાયરીંગ દરમિયાન એક શિક્ષકે વિદ્યાર્થીનીના હાથમાંથી ગન છીનવી લીધેલ અને તેને પોલીસને સોંપી દીધેલ.

(3:23 pm IST)