દેશ-વિદેશ
News of Friday, 7th May 2021

બ્રાઝિલમાં ડ્રગની તસ્કરી કરી રહેલ ગૅંગ સામે ઓપરેશનમાં એક પોલીસકર્મી સહીત ઓછામાં ઓછા 25 લોકોના મોત

નવી દિલ્હી: સ્થાનિક મીડિયા અનુસાર બ્રાઝિલના પાટનગર રિયો ડી જેનેરિયોમાં થયેલા ગોળીબારમાં એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા 25 લોકોનાં મૃત્યુ થયાં છે. શહેરના ઝકારેઝિન્હો વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પોલીસ કાર્યવાહી દરમિયાન આ ઘટના ઘટી છે. સિવિલ પોલીસને બાતમી મળી હતી કે ડ્રગતસ્કરો પોતાની ગૅંગમાં બાળકોની ભરતી કરી રહ્યા છે, જે બાદ પોલીસે આ અભિયાન શરૂ કર્યું હતું. મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહેલી બે વ્યક્તિઓને ગોળી વાગી છે અને હવે તેમના જીવને કોઈ જોખમ નથી. બ્રાઝિલ શહેર પોલીસે પુષ્ટિ કરી છે કે ગોળીબારની ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર આંદ્રે લિયોનાર્ડો દી મેલો ફ્રાયસનું મૃત્યુ થયું છે. પોલીસને સૂચના મળી હતી કે ડ્રગની તસ્કરી કરતા લોકો બાળકોને તેમની ગૅંગમાં સામેલ કરવા આવ્યા છે.

(6:26 pm IST)