દેશ-વિદેશ
News of Monday, 7th September 2020

અમીરો માટે અભિશાપ બની ગયો કોરોના:અમીરોની તુલનામાં ગરીબોની ઇમ્યુનીટી સામે કોરોના કમજોર પડ્યો

નવી દિલ્હી: ગરીબી આમ તો અભિશાપ કહેવાય છે અને અમીરી વરદાન કહેવાય છે પણ કોરોના ગરીબો કરતા અમીરો માટે વધુ અભિશાપ બની ગયો. કોરોનાએ જેટલા અમીરોના જીવ લીધા છે તેના કરતા ગરીબોને ઓછા શિકાર બનાવ્યા છે. અમેકિ જેવા સુખી સંપન્ન દેશોમાં કોરોના મૃત્યુ સંખ્યા સાધારણ કે ગરીબ દેશો કરતા વધુ છે, તેનું કારણ ઈમ્યુનીટી છે. અમીરોની તુલનામાં ગરીબોની ઈમ્યુનીટી સામે કોરોના કમજોર પડયો છે. આ અર્થમાં ગરીબી ગરીબો માટે આશીર્વાદ નીવડી છે.

           આફ્રિકાના મહામારી રોગ વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે, જે દેશોમાં સંક્રમણ તો ફેલાયું પરંતુ મૃત્યુ ઘણા ઓછા થયા, જયારે સુવિધા સંપન્ન યુરોપીય અને અમેરિકી દેશોમાં વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરિણામો બિલકુલ ઉલ્ટા આવ્યા: વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને મહામારીના પ્રારંભીક દિવસોમાં ચેતવણી આપી હતી કે સંક્રમણ આફ્રિકા અને એશિયાઈ દેશોમાં ફેલાયું તો મોટી તબાહી મચશે. કારણ કે ત્યાં સ્વચ્છતાનો અભાવ છે અને સ્વાસ્થ્ય વ્યવસ્થા પણ ભાંગી તૂટેલી છે. પરંતુ વિશેષજ્ઞો મુજબ 6 મહીના બાદ પરિણામો ઉલ્ટા આવ્યા છે. દુનિયાના કેટલાક એવા રાષ્ટ્રો કે જયાં ગરીબી અને બીમારી વ્યાપક પ્રમાણમાં છે ત્યાં મોટા પ્રમાણમાં કોરોના વાઈરસનો પ્રકોપ નથી. આફ્રિકા જેવા દેશોમાં 21 હજારથી વધુ લોકોના કોરોના વાઈરસથી મૃત્યુ થયા છે, આ મૃત્યુ યુરોપની તુલનામાં 10 ગણા ઓછા અને અમેરિકાની તુલનામાં આ આંકડો 20 ગણો ઓછો છે.

(5:54 pm IST)