દેશ-વિદેશ
News of Monday, 7th September 2020

આફ્રિકાના જોંબિયામાં ગુસ્સે થયેલ પત્નીએ પતિને પહોચાડ્યું આ નુકશાન

નવી દિલ્હી: આફ્રિકાના જાંબિયા દેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં સતત પરેશાન કરતા ઉંદરને પતિએ ન મારતા પત્નીએ પતિનું પ્રાયવેટ પાર્ટ દાંતથી કાંપી નાંખ્યું હતું. પત્ની મુકુપા મુસોંડાની આવી ક્રુર હરકત બાદ પતિ અબ્રાહમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અબ્રાહમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

             મીડિયા રિપોર્ટ અનુસાર કિતવા વિસ્તારમાં પત્ની મુકુપા પોતાના મિત્રો સાથે દારૂ પી રહી હતી. આ પાર્ટી બાદ તેણે ઘરમાં એક ઉંદર જોયો. ઉંદરને જોતા જ પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ઝઘડો અને બોલાચારીની સાથે તેણે આક્રમક થઈને પતિના પ્રાયવેટ પાર્ટ પર જોરદાર બટકું ભરી દીધું. એટલી હદ સુધી કે દાંતથી પતિનું પ્રાયવેટ પાર્ટી કાપી નાંખ્યું. ડેપ્યુટી પોલીસ કમિશનર બોથવેલ નમુસ્વાએ કહ્યું કે, પતિ અને પત્ની હાલમાં અલગ થઈ ચૂક્યા છે. નમુસ્વાએ ઉમેર્યું કે, હાલમાં તેઓ એક જ ઘરના બે જુદા જુદા રૂમમાં રહે છે. મુકુપાએ એવો દાવો કર્યો હતો કે, ઉંદર એના રૂમમાં આવીને પરેશાન કરી રહ્યો હતો. મુકુપાએ અબ્રાહમને આ ઉંદરને મારવા માટે કહ્યું. અબ્રાહમે ઉંદરને મારવા સામે ઈન્કાર કરી દેતા પત્નીએ ગુસ્સામાં આવીને દાંતથી પતિનું પ્રાયવેટ પાર્ટ કાપી નાંખ્યું. એવું પણ જાણવા મળ્યું હતું કે, ઉંદરનો નિકાલ કરવા પત્ની અગાઉ પણ ટકોર કરી હતી.

(5:55 pm IST)