દેશ-વિદેશ
News of Monday, 7th September 2020

મેક્સિકોના એરપોર્ટ પર ખોદકામ દરમ્યાન અજાણ્યા પ્રાણીના હાડપિંજર મળી આવ્યા

નવી દિલ્હી: મેક્સિકોના એક હવાઈ મથકનાં નિર્માણ સમયે એક અજાણ્યા પ્રાણીના હાડપિંજરો મળી આવ્યા હતા. હાલ આ હાડપિંજરો વિશે એવી ધારણાઓ લગાવવામાં આવી રહી છે કે જે હાલ આ દુનિયામાં અસ્તિત્વ ધરાવતુ નથી. મેક્સિકોનાં નેશનલ ઈંસ્ટિટ્યૂટ ઓફ એન્થ્રોપોલોજી એન્ડ હિસ્ટ્રીના પુરાતત્વવિદોને પહેલીવાર નવેમ્બરમાં એક એરપોર્ટના ખોદકામ વખતે વિશાળ જાળ મળી હતી. જાળ શહેરની એક કચરાપેટીમાંથી મળી આવ્યા હતા. તેમાં ઓછામાં ઓછા 14 જેટલા હાડપિંજરો મળ્યા હતા.

          આશા સેવાઈ રહી છે કે હજૂ પણ ઘણાં બધા હાડપિંજરો હજૂ પણ જમીનમાં દટાયેલા છે, જેને ખોદિને કાઢી શકાય એમ છે. પહેલા પણ એરપોર્ટની આ વિશાળ સાઈટ પર આશરે 60 જેટલા હાડપિંજરો મળ્યા હતા. આ હાડપિંજરો લગભગ 14 ફુટ લાંબા હોવાનું સામે આવ્યુ છે.

 

(5:56 pm IST)