દેશ-વિદેશ
News of Monday, 7th September 2020

કોરોનાના કારણોસર સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી: શ્વિક સ્તરે કોરોના મહામારી ફેલાઇ હોવાથી હાલ પેટ્રોલ અને ડીઝલની માગમાં મોટો કડાકો થયો છે. આ સિૃથતિ વચ્ચે સાઉદી અરેબિયાએ હવે ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. સાઉદી અરેબિયામાં સૌથી વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતા સાઉદી અરામકો દ્વારા આ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. જેને પગલે વૈશ્વિક સ્તરે હવે ક્રૂડ ઓઇલ વધુ સસ્તુ થઇ શકે છે.

           જોકે ભારતમાં હાલ પેટ્રોલના ભાવ દિવસે ને દિવસે વધવા લાગ્યા છે. સાઉદી અરેબિયાનું મેઇન માર્કેટ એશિયા ખંડના દેશો છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જે ઘટાડો કરવામાં આવ્યો છે તે એશિયા તરફ નિકાસ થતા ક્રૂડ ઓઇલમાં કરવામાં આવ્યો છે. જે બાદ યુરોપ અને અન્ય દેશોમાં નિકાસ થતા ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવી શકે છે.

(5:59 pm IST)