દેશ-વિદેશ
News of Monday, 7th September 2020

ઇરાકના બગદાદ એરપોર્ટ પર આતંકવાદીઓ દ્વારા છોડવામાં આવેલ રોકેટમાં ચાર કાર નિશાન બની

નવી દિલ્હી:ઇરાકની રાજધાની બગદાદના એરપોર્ટ પર આતંકવાદીઓના રોકેટ હુમલામાં ત્યાં જ પાર્ક કરેલ 4 કાર નિશાન બની હોવાનું માલુમ પડી રહ્યું છે. આ હુમલા પછી ઈરાકી સેનાએ હુમલાખોરોને પકડવા માટે તપાસ અભિયાન શરૂ કરી દીધું છે  પરંતુ હજુ સુધી તેમના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઇ રહી નથી.

       વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ રોકેટ બગદાદ સીટી સેંટરના પશ્ચિમમાં અબુ ગરીબ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો હજુ  સુધી કોઈ પણ સંગઠન દ્વારા  આ હુમલાની જવાબદારી લેવામાં આવી નથી.

(5:59 pm IST)