દેશ-વિદેશ
News of Monday, 8th February 2021

હાવર્ડના વૈજ્ઞાનિકોનો અનોખો દાવો:આટલા વર્ષ પહેલા જ ધરતી પર આવી ગયા હતા એલિયન્સ

નવી દિલ્હી: હાવર્ડ યૂનિવર્સિટીના એક મુખ્ય વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે એલિયન્સ 2017માં ધરતીની મુલાકાતે આવ્યા હતા પરંતુ વૈજ્ઞાનિકોએ ઘટનાને નજરઅંદાજ કરી દીધી. પ્રોફેસર એવિ લોએબે એક નવી પુસ્તકમાં દાવો કર્યો છે. લોએબ એક જાણીતા ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ સાથે પણ કામ કરી ચુક્યા છે.

            પ્રોફેસરનું કહેવું છે કે, ઓક્ટોબર 2017ની વાત છે. એક ખુબ ઝડપથી ઉડી રહેલી વસ્તુની જાણકારી મળી હતી. વસ્તુની ઝડપ એટલી તેજ હતી જેનાથી લાગી રહ્યું હતું કે કોઈ અન્ય ગ્રહ પરથી ધરતી પર પહોંચી, જોકે ઘણાં અન્ય વૈજ્ઞાનિક પ્રોફેસર એવિ લોએબ સાથે સહમત નથી. એસ્ટ્રોફિજિસ્ટ એથન સીગને ફોર્બ્સમાં લખ્યું છે કે લોએબ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક હતા પરંતુ તેઓ પોતાના સાથી વૈજ્ઞાનિકોને પોતાના તર્કો વિશે સહમત કરી શકતા નથી પરંતુ પ્રોફેસર લેએબ કહે છે કે રૂઢિવાદ પર સવાલ ઉઠાવતા લોકોને સજા અપવાની પરંપરા રહી છે અને તેનો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે ગેલેલિયોએ જ્યારે પહેલીવાર પ્રસ્તાવ આપ્યો હતો કે બ્રહ્માંડનું કેન્દ્ર ધરતી નથી તે તેમને પણ સજા આપવામાં આવી હતી.

(5:17 pm IST)