દેશ-વિદેશ
News of Monday, 8th February 2021

53 વર્ષ પહેલા એન્ટાર્કટિકામાં ખોવાયેલ પર્સ આ શખ્સને પરત મળતા આશ્ચ્ર્યની ઘટના બની

નવી દિલ્હી: દશકો પૂર્વે ખોવાયેલી કોઈ ચીજ-વસ્તુ પાછી મળે ત્યારે ભારે રોમાંચ અને આનંદની અનુભૂતિ થતી હોય છે. આવો અનુભવ અમેરિકાના 91 વર્ષના અમેરિકી નૌસેનાના મૌસમ વિજ્ઞાાની પોલ ગ્રિશમ કરી રહ્યા છે. જેમને 53 વર્ષ પહેલા એન્ટાર્કટિકામાં ખોવાયેલું વોલેટ આશ્ચર્યજનક રીતે પાછું મળ્યું છે. જૂના સંભારણા સમાન ચીજને મેળવેલીને ગ્રિશમ તો ખુશખુશાલ છે સાથે સાથે સોશિયલ મીડિયાના યૂઝર્સ પણ ભારે રોમાંચનો અનુભવ કરી રહ્યા છે. ઈ.સ. 1968માં અમેરિકી નૌસેનાના મૌસમ વિજ્ઞાાની પોલ ગ્રિશમની નિયુક્તિ વિશ્વના સૌથી ઠંડા ખંડમાં થઈ હતી. જ્યાં તેમને વાતાવરણની પરિસ્થિતિ પર નજર રાખવાની હતી. રોસ લેન્ડ ખાતે તેઓ સાયન્સ સ્ટેશન અને એરપોર્ટ માટે હવામાનની આગાહી કરતાં હતા. જોકે, 13 મહિના પછી જ્યારે તેઓ કેલિફોર્નિયામાં પરત ફર્યા ત્યારે તેમને ખબર પડીને તેમનું વોલેટ ગાયબ છે. એન્ટાર્કટિકામાં એક સમયે સંશોધન કરનારી એજન્સીમાં સામેલ સ્ટીફન ડેકાટો અને ઈન્ડિયન સ્પિરિટ ઓફ '45 નોનપ્રોફિટ ફાઉન્ડેશનના બુ્રસ મેક્કીના પ્રયાસોને કારણે પાંચ દાયકા પછી ગ્રિશમેનને તેમનું વોલેટ સહિસલામત પાછું મળી ગયું છે.

(5:19 pm IST)