દેશ-વિદેશ
News of Tuesday, 8th September 2020

દુનિયાના અનેક દેશોમાં પોતાનું પ્રભત્વ સ્થાપનો ચીનનો પ્રયાસ: ચીનની આ તૈયારી ભારત માટે ચિંતાજનક બની

નવી દિલ્હી: અમેરિકાના એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાના અનેક દેશોમાં પોતાની દાદાગીરી થકી પ્રભુત્વ સ્થાપવા નો પ્રયાસ કરી રહેલા ચીન દ્રારા કેટલાક દેશોમાં પોતાના લશ્કરી મથકો ઉભા કરવાની યોજના બનાવવામાં આવી છે અને તેમાં પાકિસ્તાનનું પણ નામ છે. અમેરિકાના રક્ષા મંત્રાલય દ્રારા ભારત ને આ માહિતી પુરી પાડવામાં આવી છે અને એમ કહ્યું છે કે ચીનની આ પ્રકારની તૈયારી ભારત માટે ચિંતાજનક બની શકે છે. પેન્ટાગોન દ્રારા ચીની સેનાની વર્તમાન અને ભવિષ્યની તૈયારીઓ અંગે એક વાર્ષિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

                આમ તો પાછલા ૨૦ વર્ષથી પેન્ટાગોન દ્રારા ચીની સેના અને તેના પરાક્રમો વિષે અહેવાલો વાર્ષિક રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જરી માહિતી અન્ય દેશોને આપવામાં આવી રહી છે. હવે ચીન પોતાના લશ્કરી મથકો અલગ અલગ દેશોમાં સ્થાપવાની યોજના બનાવે છે અને તેમાં પાકિસ્તાન નો પણ સમાવેશ છે. પાકિસ્તાનને તો પહેલાં તેણે પોતાના બગલમાં લઈ લીધું છે ને હવે ચીનના ઈશારા પર પાકિસ્તાન કામ કરી રહ્યું છે ત્યારે જો ચીનના લશ્કરી મથક પાકિસ્તાનમાં સ્થાપવામાં આવશે તો ભારત માટે જે મોટી ચિંતાનો વિષય બની શકે એમ છે તેવી ચેતવણી અમેરિકા દ્રારા ભારતને આપવામાં આવી છે.

(6:20 pm IST)