ઓએમજી.....ચીનમાં કોરોના વાયરસની વચ્ચે મળી આવ્યો એક નવો ખતરનાક વાયરસ
નવી દિલ્હી: હજુ પૂરો થયો નથી ત્યાં ચીનમાં વધુ એક નવો વાયરસ ( virus ) જોવા મળ્યો છે. તાઈવાન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, ચીનમાં ઝૂનોટિક લેંગ્યા (Zoonotic Langya) વાયરસ જોવા મળ્યો છે. જેના કારણે લગભગ 35 લોકો પણ સંક્રમિત જોવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તાઈવાન આ વાયરસના ચેપને ઓળખવા અને મોનિટર કરવા માટે પરીક્ષણ પદ્ધતિ શરૂ કરશે.આ વાયરસ ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં જોવા મળ્યો છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં લાંગ્યા હેનીપા વાયરસથી સંક્રમિત 35 દર્દીઓ મળી આવ્યા છે. ચુઆંગે કહ્યું કે ચીનમાં 35 દર્દીઓનો એકબીજા સાથે કોઈ સંપર્ક નથી. તેમજ આ દર્દીઓના પરિવારજનો અને નજીકના સંબંધીઓમાં કોઈ ચેપ લાગ્યો નથી.35 માંથી 26 દર્દીઓમાં તાવ, થાક, ઉધરસ, ભૂખ ન લાગવી, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળ્યા છે. દર્દીઓમાં શ્વેત રક્તકણોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, દર્દીઓમાં લો પ્લેટલેટ્સ, લિવર ફેલ્યોર અને કિડની ફેલ્યોર જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે.